Thursday, July 10, 2014

ઈબોલા વાયરસ


દક્ષિણ આફ્રિકાના ગુનિયા અને લિબેરીયા માં બહુ તેજીથી ફેલાતો રોગ.

(ફોટોઃ મેડીકલ કેમ્પમાં દાખલ થતુ દદી)
11 દેશની હેલ્થ મિનિસ્ટ્રી અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા નવીજ સ્ટ્રેટેજી સાથે આ રોગને નાથવા નો પ્રયાસ કરી રહ્યા છે.  આ મિટીંગ માં નક્કી કરવામા આવ્યુ કે રોગ સામે કઠોર પગલા લેવામાં આવશે. બે દિવસ ની મિટીંગ માં ચચાઁ થઈ કે કેવી રિતે સ્થાનિક લોકોની મદદ લેવી, વાયરસ ની ઝડપથી ઓળખાણ કરવી, WHO સાથે મસલત કરવી.
        ફેબ્રુઆરી 2014 માં ધ્યાનમાં આવેલ આ રોગ એ અત્યાર સુધી માં 759 લોકોને પોતાના ભરડામાં લઈ લીધા છે. WHO એ અહીયાં સ્થાનિક કંટ્રોલ સેન્ટર ખોલવાની કવાયત ચાલુ કરી દિધી છે.

ઈબોલા વાયરસ વિશે...
તે એક અત્યંત ઝડપથી ફેલાતો સ્પશઁજન્ય રોગ છે. ચેપી વ્યક્તિના બોડી ફ્લુઈડ નાં સંપકથી તે ફેલાય છે, મનુષ્ય અને પ્રાણી બંન્નેમાં ફેલાય છે. એવુ માનવામાં આવે છે કે ચામાચિડીયા (Fruit Bat) માં આ વાયરસ હોય છે પણ હજી સુધી એના સોર્સની ખબર નથી પડી.
        રોગના લક્ષણોમાં દર્દીને ફ્લૂ , તાવ, માથુ દુખવુ, ઊલટી જેવુ થાય છે. રોગી દર્દીઓ માંથી 90 ટકા લોકો મરણ પામે છે. આ રોગ માટે કોઈજ દવા કે થેરાપી શોધાઇ નથી. WHO એ આ રોગને વિશ્વનાં સૌથી ખતરનાક રોગમાં સામેલ કર્યો છે.

સોર્સ - http://www.downtoearth.org.in

No comments:

Post a Comment