Tuesday, July 26, 2016

સમાનાર્થી શબ્દો

લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન
    અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કિલ્લોલ, શબ્દ, સૂર, કંઠ, નાદ
    આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,  વિતાન, નભસિલ, ફલક
    રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત
    સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ, અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ, સાયર, જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ, રત્નાકર, મહેરામણ, મહોદધિ
    નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર
    સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ,
    ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય, જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ,
    સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર ,ખુરશદે, કિરણમાલી, મિહિર,દિનકર,આફતાબ,આદિત્ય,અર્ક,ઉષ્ણાંશુ.દીનેશું
    પંકજ  :-કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું,
    ભમરો :-ભ્રમર, મધુકર,દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ,મધુપ , દ્વિફ
    પાણી :-જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ
    વિશ્વઃ-   સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર
    દિવસ:-દહાડો,દિન,દી,અહ્‌ર (આજ),
    રાત:-   રાત્રિ,રાત્રી,નિશા,નિશ,રજની,તમિસ્ત્
    ચાંદની:-ચંદની,ચાંદરડું,ચાદરણું,ચંદ્રકાંતા,ચંદ્રજ્યોત,ચંદ્રપ્રભા,ચંદ્રિકા,ચાંદરમંકોડું,કૌમુદી,જયોત્સના,ચંદ્રિકા,ચન્દ્રપ્રભા
    શાળા:- શાલા,નિશાળ,વિદ્યાલય,વિદ્યામંદિર,શારદામંદિર,વિનયમંદિર,જ્ઞાન મંદિર, ફૂલવાડી,મકતબ, અધ્યાપન મંદિર,બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, વિદ્યાનિકેતન ગુરુકુળ, અધ્યાપનવિદ્યાલય, વિદ્યાભારતી, ઉત્તરબુનિયાદી, આશ્રમશાળા, આંગણવાડી
    ઘર: ગૃહ,આવાસ,મકાન,ધામ,સદન,નિકેત,નિકેતન,નિલય,રહેઠાણ,નિકાય,નિવાસ્થાન,બંગલી,બંગલો,હવેલીખોરડું,ખોલી, કુટિર,ઝૂંપડી,મઢી, છાપરી,ઠામ, પ્રાસાદ,મંજિલ, મહેલાત,મહેલ, મહોલાત, ફલેટ, વિલા,
    પર્વતઃ–પહાડ,ગિરિ,નગ,અદ્રિ,ભૂધર,શૈલ,અચલ,કોહ,તુંગ,અશ્મા,ક્ષમાધર,ડુંગર,
    જંગલ :-વન,વગડો,અરણ્ય,રાન,ઝાડી,અટવિ,વનરાઇ.કંતાર,આજાડી,કાનન,અટવી
    વરસાદ :વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,મેવલો,મેવલિયો,પર્જન્ય,બલાહક
    ભમરો :-ભ્રમર , મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ
    પક્ષી :- પંખી, વિહંગ,અંડજ ,શકુંત,દ્વિજ,શકુનિ,ખગ,બ્રાભણ,નભસંગમ, વિહાગ,વિહંગમ.શકુન,શકુનિ,ખેચર
    વાદળ:-નીરદ,પયોદ,ઘન,મેઘલ,જીમૂત.જલદ,મેઘ,બલાહક,અબ્રફુલ,અંબુદ,વારિદ,ઉર્વી,અબ્દ,જલઘર,પયોધર, અંબુધર,અંબુવાહ, અંભોદ,અંભોધર,તોયદ,તોયધર
    મુસાફર:-પથિક, અધ્વક, પંથી,રાહદારી,યાકિ, વટેમાર્ગુ,ઉપારૂ, પ્રવાસી
    પ્રવીણ:-કાબેલ, હોંશિયાર,ચાલાક,પંડિત,વિશારદ,ધીમાન,વિદગ્ધ, પ્રગ્ન બુધ,દક્ષ, કોવિંદ, તજજ્ઞ,કર્મન્ય,ચકોર,નિષણાંત, આચાર્ય, ખૈર,વિદ્યાગુરૂ,ભેજાબાજ,પારંગત , ચતુર,કુશળ ,પાવરધો ,કુનેહ, ખબરદાર
    બગીચો :-વાટિકા,વાડી,ઉધાન,પાર્ક,વનીકા,આરામ,ફૂલવાડી,ગુલિસ્તાન,ગુલશન, ખેતર,બાગ,ઉપવન
    અરજ :-વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી,વિજ્ઞપ્તિ ,કરગરી,કગરી,અભ્યર્થના,ઈબાદત,અનુનય, અરજી,ઇલ્તિજા, અર્ચના,આર્જવ,સરળતા
    ભપકો:- ઠાઠ, દંભ,દમામ, પાખંડ, ઠસ્સો,ઠઠારો,શોભા,શણગાર,આડંબર,દબદબો,રોફ,ભભક,ચળકાટ,રોફ,તેજ,ડોળ
    સેના :- લશ્કર, સૈન્ય, ચેમૂ,અનીક,કટક,ફોજ,પૃતના,અસ્કર,દલ.
    ઝઘડો :-બબાલ, વિગ્રહ,લડાઈ,જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો,કંકાસ,હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક
    કાપડ :- વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા
    ઝાકળ :- શબનબ,ઓસ,ઠાર,બરફ,હેમ,તુષાર
    સફેદ:- ધવલ, શુક્લ,શ્વેત,શુભ્ર,શુચિ,વિશદ,ઉજળું,ગૌર
    વૃક્ષ :- તરૂ,ઝાડ,પાદપ,તરુવર ,દ્રુમ.દરખત,
    અંધારું:- તમસ,વદ,તિમિર,તમિસ્ત્ર,ધ્વાંત,અંધકાર,કાલિમા,
    પુત્ર:- નંદ,દીકરો,સુત,આત્મજ,વત્સ,તનય,તનુજ,બેટો,છોકરો
    પુત્રી :- દીકરી,સુતા,તનુજા,ગગી,છોકરી,બેટી,આત્મની,આત્મજા,દુહિતા,કન્યા,તનયા
    ફૂલ :– પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ,કળી,
    ગંધ :- વાસ,બાસ,સોડ,સોરમ,બદબૂ, બૂ,કુવાસ
    સુગંધ:- સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,પમરાટ, સોડમ,પરિમલ
    છાત્ર:– શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,વિદ્યાર્થી
    પશુ:- ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું
    સિંહ:- વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ
,શેર,ત્રસિંગ,સાવજ,મૃગેન્દ્ર,મયંદ
    શિક્ષક:- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક
    વાઘ :- વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી
    અશ્વ:- ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ,હય,વાજી,રેવંત,સૈધવ
    ગઘેડો:- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન
    ઉજાણી:- જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ, ઉજવણી,સભા,સંમેલન
    દુ :- આર્ત, પીડિત,વિષાદ,વેદના,પીડા,દર્દ ,ઉતાપો,વ્યાધિ,વ્યથા ,લાય,બળતરા,કષ્ટ,તકલીફ,અજીયત,આપત્તિ,વિપત્તિ  શૂળ,આપદા,મોકાણ,
    કનક :- સોનું, હેમ,સુવર્ણ,હિરણ્ય,કંચન,કુંદન,કજાર,જાંબુનદ, હાટક,
    ભારતી:- સરસ્વતી,શારદા,ગિરા,શ્રી,રાગેશ્વરી,વાણી,મયુરવાહીની,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી,વાગીશા,વાગીશ્વરી,    વાગ્દેવી
    કોમળ:- મુલાયમ,મૃદુ,કોમલ,મંજુલ,સુકુમાર,નાજુક,ઋજુ,મૃદુતા,
    કોતર :-ખીણ,કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ,કુહર,ખોભણી,ગહવર,ગુહા,ઘેવર
    સાપ :- સર્પ,ભૂજંગ,નાગ,અહિ,વ્યાલ,ભોરીંગ,પન્નગ,કાકોદર,ફ્ણધર,ઉરગ,વિષઘર,ભોમરંગ,આશીવિષ,અર્કણ, ચક્ષુ:શ્રવા,       કાકોલ,
    હાથી :- ગજ, દ્વીપ,કુંજર,વારણ,ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ,સિંધુર,મતરંજ,કરિણી,ઐરાવત,કુરંગ,હસ્તી, મેગળ,
    મહેશ:-મહાદેવ,આશુતોષ,ઉમાપતિ,નીલકંઠ,રુદ્ર,શંકર,શિવ,ધૂર્જટી,ઉમેશ,શંભુ,ચંદ્રમૌલી,યોગેશ,નીલકંઠ,ત્રિલોચન,ચંદ્રાગદ,શર્વ, ભોળાનાથ
    હાથણી:-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી
    વાનર:- વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર,કપિરાજ,કાલંદી,હનુમાન,બાહુક,બજરંગબલી, પવનપુત્ર,પ્લવંગ,હરિ,વલીમુખ
    મૃગ:- હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું
    મૃગલી:- મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી
    મોર:- મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ,કલાપી,ઢેલ
    શરીર:- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,કલેવર,ધાત્ર,બદન ,જીસ્મ
    ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન
    નરાધમ :- નીચ, અધમ,કજાત,કપાતર,હરામી,નજિસ, નઠારું,નફફટ,ક્રૂર, નૃશંસનબત્તર
    બુદ્ધિ :- પ્રજ્ઞા,ચેતના, મતિ,અક્કલ,મેઘા,તેજ,મનીષ,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન
    દુનિયા :-સંસાર ,જગત,આલમ,જહાં,વિશ્વ,ભુવન,ખલફત,મેદિની
    બાળક :-શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ,સંતતિ,છોકરું,સંતાન,દારક,વત્સ
    સરોવર :-સર,કાસાર,તળાવ,જળાશય ,સ્ત્રોવર,મહાકાંસાર,ખાબોચિયું,તડાગ,દિર્ઘીકા,નવાણ,પલ્લવ,છીલર,જલાશય,પોખર   પણઘટ,તડાગ
    અનલ :-આગ,આતશ, ક્રોધ,પાવક, જાતવેદ,દેવતા,તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી,જવલન,અગ્નિ, દેવતા,પાવક,આતશ,અંગાર,જાતવેદ-જાતવેદા,નચિકેતા,પલેવણ, પવમાન   જ્વાલામાલી,વહિન
    પડદો :-આવરણ,પટંતર, આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો,આચ્છાદન
    ચહેરો:- મુખ,વદન,શકલ,મુખારવિંદ,દીદાર,મુખમુદ્રા,ચાંડુ,સ્વરૂપ, આનંદ,વકત્ર,સૂરત,સિકલ,આનન,મોઢું, તુંડ
    મસ્તક:- મસ્તિકમસ્તિષ્ક.માથું,શિર,શીર્ષ,સિર.
    મગજ:- ભેજું,દિમાગ,દિમાક
    કપાળ:- લલાટ,ભાલ,નિલવટ,લિલવટ
    વાળ:- બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ,
    નાક:- નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું
    જીભ:- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી,વાચા,વાણી,
    નસીબદાર:- નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ
    હોશિયાર:- ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા
    બુદ્ધિમાન:- ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,
    ગુસ્સો:- કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ
    નસીબ:-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,
    શક્તિ :-તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,બળ
    બળવાન:-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ
    બહાદુર:- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક
    સુંદર:- મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્ય,સુંદરતા,સુહાગી,કાન્ત,ખૂબસુરત,જમાલ,  પેશલ,મનોહર,મનોજ્ઞ ,હસીન,લલિત,સુભગ,ચારુ
    આનંદ:-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા, મઝા, લહેર, પ઼મદ, પ઼મોદ, ખુશાલી, મોજ,
    ઉદ્વેગ:- ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો, ઉચાટ, મૂંઝવણ, ખેદ, ક્ષોભ
    નિર્બલ:-દુર્બલ, કમજોર, નબળું, પાંગળું, નમાલું, લાચાર, પોપલું, કાયર
    પરમાત્મા: પરમેશ, હરિ, અંતર્યામી, ખુદા, બ઼હ્મ, કર્તાહર્તા, ખુદાતાલ, પરેશ, જગદાત્મા, કિરતાર, માલેક, ઈશ્વર, પરવરદિગાર, સ્ત્રષ્ટા,  સર્જનહાર, ભગવાન, ઈશ, જગદીશ, જગનિયંતા, દેવેશ, દરિદ્રનારાયણ, દીનાનાથ, કર્તાર, જગદેશ્વર, જગનિયંતા, અચ્યુતાનંદ,  આનંદઘન, નિયંતા, અલ્લા, ખુદા, ખુદાતાલા, માલિક, ખાવિંદ, ઈશુ, અરિહંત, અશરણચરણ, સવિતા
    અખબાર:-છાપું, વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, સમાચારપત્રિકા, ન્યૂઝપેપર, વાવડ, સંદેશો
    નક્ષત્ર:- તારા, તારક, તારકા, તારિકા, તારલિયા, તારલો, સતારો, સિતારો, ઉડું, ગ્રહ, ૠક્ષ
    નદી:- આપગા, સરિતા, તટિની, તરંગિણી, નિર્ઝરિણી, વાહિની, શૈવલિની, લોકમાતા, દ્વીપવતી, સલિતા, નિમન્ગા, આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
    કોકિલ:- કોકિલા, કોયલ, પરભૃતા, પરભૃતિકા, કાદંબરી, અન્યભૃતા
    પવન:- હવા, વાયુ, વા, વાયરો, સમીર, સમીરણ, અનિલ, પવમાન
    ચંદ્ર :- શશાંક, સુધાકર, મયંક, શશી, ચાંદો, હિમાંશુ, સોમ, રજનીશ, ચંદિર

Thursday, July 14, 2016

જ્ઞાનપીઠ પુરસ્કાર

* સ્થાપના: શ્રી સાહુ શાંતીપ્રશાદ જૈન નાં સ્મરણાંર્થે

*ભારતમાં આપવામાં આવતો સાહિત્ય માટેનો  સર્વોચ્ચ પુરસ્કાર
* કોઈ પણ ભારતીય નાગરિક કે જે 8 મી અનુસુચીમાં દર્શાવેલ 22 ભાષા માંથી કોઈ પણ ભાષામાં સાહીત્યનુ સર્જન કરે તે આ પુરસ્કારનો હકદાર બને છે.
* આ પુરસ્કારમાં 11 લાખ રૂ. રોકડા, પ્રશસ્તિપત્ર અને વાગદેવીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે.


આ પ્રતિમા રાજા ભોજ દ્વારા માલવાના ધારના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.


ગુજરાત રાજ્ય ખેલકુદ નીતિ - 2016

ગુજરાત રાજ્ય દ્વારા આ વર્ષ નવી ખેલકુદ નીતિ જાહેર કરવામાં આવી છે. જેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છેઃ

સરકારી નોકરી ની જાહેરાત
* ક્લાસ 1 - ઓલમ્પિક મેડલ વિજેતાને અને એશિયન ગેમ્સ માં માત્ર ગોલ્ડ મેડલ વિજેતા ને.
* ક્લાસ 2 - એશિયન ગેમ્સ માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા ને.
* ક્લાસ 3 માં 2 % અનામત મેરિટ ધરાવતા ખેલાડીઓ ને.
* 2 % જગ્યાઓ પ્રોફેશનલ કોર્સમાં એડમિશન માટે

અન્ય ફાયદા :
શક્તિદૂત યોજના :
*આ યોજના હેઠળ સારા ખેલાડીઓ ને સ્કોલરશીપ અને ટ્રેનિંગ આપવામાં આવશે.
* સરકાર 25 લાખ રૂપિયા ટ્રેનિંગ , સાધનો અને  પરિવહન માટે દરેક ખેલાડીને આપશે.

સ્વામી વિવેકાનંદ સેન્ટર :
* રાજ્ય માં સ્પોર્ટ ટ્રેનિંગ માટે
* ન્યુટ્રીશન, સ્કોલરશીપ અને ટ્રાવેલિંગ માટેની વ્યવસ્થા
* 1400 ખેલાડીને સુવિધાઓ અપાશે
* 65,000 રૂ દરેક ખેલાડીને

રોકડ પુરસ્કાર નેશનલ અને ઇન્ટરનેશનલ માં જીતેલા ખેલાડીઓને.

* મેદાન ની વ્યવસ્થા :
ગ્રામપંચાયત- 5000 થી વધારે વસ્તી ધરાવતા ગામમાં 6 એકર માં ખુલ્લું મેદાન બનાવવાનું
નગર પાલિકા માં શહેરની નજીક 2 km માં 2000 sq. Yard નું મેદાન બનાવવાનું

NPHCE ( National programme for Health Care of the Elderly)

આ યોજના ભારત સરકાર દ્વારા દેશમાં વસતા વયોવૃધ્ધ લોકોને વધુ અનુકૂળ આવે તેવું નિદાન અને સારવાર મળી રહે તે માટે રાજ્ય નાં કેટલાક જીલ્લા માં શરૂ કરવામાં આવેલી યોજના છે.

પૂરું નામ- નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી.
કેન્દ્ર અને રાજ્ય નુ રોકાણ : 75 : 25 %

1710.13 કરોડ ની ફાળવણી પાંચ વર્ષ માટે

આ યોજના 60 વર્ષ થી ઉપર ના લોકો માટે જ છે.
ગુજરાત માં નીચેના જીલ્લાઓ માં  આ યોજના ચાલુ કરવામાં આવી છે.
1. ગાંધીનગર
2. સુરેન્દ્રનગર
3. જામનગર
4. રાજકોટ
5. પોરબંદર
6. જુનાગઢ